Fri,19 April 2024,3:00 am
Print
header

ભ્રષ્ટાચારની હદ થઇ ગઇ ! પૂર્વ મેયરના ઘરમાંથી 1300 કિલો સોનું જપ્ત, 2.67 લાખ કરોડ રૂપિયા બેંકમાં જમા !

ચીન: તમે વિચારતા હશો કે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ માત્ર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હશે, પરંતુ આજે અમે તમને એક એવા શખ્સની વાત કરીએ છીએ જેને કરોડોમાં નહીં પરંતુ હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, ચીનના સામ્યવાદી સરકારના પૂર્વ મેયર ઝાંક કીના ઘરે તપાસ કરવામાં આવી તો ત્યાંથી 1300 કિલો સોનું પકડાયું છે, જેની કિંમત કરોડો રૂપિયા થાય છે, સોનાની ઇંટોનો આ જથ્થો જોઇને દરોડાની કામગીરી કરનારા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા, તેમને એક સાથે આટલું સોનું પહેલી વખત જોયુ છે, પૂર્વ મેયરના બેંક ખાતાઓની તપાસ કરતા તેમાંથી 2.67 લાખ કરોડ રૂપિયા મળી આવ્યાં છે, તેની પાસેથી ડોલર અને યુરો સહિતની કરન્સી પણ જપ્ત કરાઇ છે.

58 વર્ષીય ઝાંગ ડેન્ઝાઉનના પૂર્વ મેયર રહી ચુક્યાં છે, તેમની પાસે અનેક આલિશાન બંગલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે, સાથે જ ડોલર, યુરો અને યુઆન કરન્સી પણ જપ્ત કરવામાં આવી છે, હાલમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્લેક મની બહાર લાવવા લડત ચલાવી રહ્યાં છે, જેમાં અત્યાર સુધી 250 કરતા વધુ નેતાઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરીને તેમને સંપત્તિ જપ્ત કરાઇ છે.

ઝાંગ પાસેથી પકડાયેલી સંપત્તિની વાત કરીએ તો ચીનના સૌથી ધનિક વ્યક્તિ જેક મા કરતા પણ વધુ સંપત્તિ પૂર્વ ભ્રષ્ટ મેયર પાસે હોવાનું ચર્ચાઇ રહ્યું છે.હાલમાં અધિકારીઓ દ્વારા ઝાંગની સંપત્તિની તપાસ થઇ રહી છે અને હજુ તેની પાસેથી વધુ બ્લેક મની મળવાની શક્યતા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch