Wed,24 April 2024,7:33 am
Print
header

ચીનમાં ગેસ પાઇપ વિસ્ફોટમાં 12 લોકોનાં મોત, 100થી વધુ લોકો ઘાયલ

બેઇજિંગઃ ચીનના રહેણાંક વિસ્તારમાં ભીષણ ગેસ વિસ્ફોટમાં 12 લોકોના મોત થઇ ગયા છે અને 100થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહીના મીડિયાએ આ જાણકારી આપી છે વિસ્ફોટ હુબેઈ પ્રાંતના ઝાંગવાન જિલ્લાના શિયાન શહેરમાં થયો છે. 

સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ પ્રમાણે વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ વિસ્તારમાંથી 150 લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી 39 ગંભીર રીતે ઘાયલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર પ્રસારિત તસવીરો અને વીડિયો ફૂટેજ પ્રમાણે અનેક મકાન ધ્વસ્ત થયા છે બચાવકર્મી કાટમાળમાંથી લોકોને બહાર કાઢતા જોવા મળ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch