શાંઘાઇઃ ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાઇરસે અત્યાર સુધી દુનિયામાં 16000 લોકોના જીવ લઇ લીધા છે અને 3.50 લાખ લોકોને તેનો ચેપ લાગ્યો છે, ચીન કોરોના વાઇરસની મહામારીમાંથી બહાર આવી જ રહ્યું છે ત્યાં તો હંતા (Hanta) નામના નવા વાઇરસે ચીન સરકારને અને લોકોને હચમચાવી નાખ્યાં છે, ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનમાં હંતા નામના ખતરનાક વાઇરસની એન્ટ્રી થઇ ગઇ છે. ચીનના યુનાન પ્રાંતમાં સાડોંગ પ્રાંતથી પરત આવેલા એક વ્યક્તિનું હંતા વાઇરસના કારણે મોત થઇ ગયાનું સામે આવ્યું છે.
મૃતક વ્યક્તિ જે બસમાં આવ્યો હતો તે બસમાં તેની સાથે સવારી કરી રહેલા 32 લોકોનો સંપર્ક કરીને તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આ વાઇરસ ઉંદર, ખિસકોલી અને ગંદકીમાંથી ફેલાતો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
જો કોઇ વ્યક્તિને આ વાઈરસનો ચેપ લાગે છે તો તેને પેટમાં દુખાવો થાય છે, ઉલટી થવી, માથાનો દુખાવો થવો, ખાંસી આવવી અને સતત તાવ રહે તો આ તેના લક્ષણો છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ત્યારે ચીન સરકારે આ વાઇરસને અટકાવવા તાત્કાલિક પગલા લેવાના શરૂ કરી દીધા છે, શક્યતા એ પણ છે કે હજારો લોકોના મોત પછી ચીનમાં ગંદકીના ઢગ થયા છે કદાચ ત્યાંથી પણ આ વાઇરસની શરૂઆત થઇ હોય ? અથવા મરેલા પશુઓમાંથી પણ આ વાઇરસ ફેલાયો હોય ? સામાન્ય રીતે આ વાઇરસ ઉંદરમાંથી ફેલાતો હોય છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44