Sun,25 July 2021,6:45 pm
Print
header

હવે ચીની રાજદૂતે કેનડાના PM પર કરી નિમ્નકક્ષાની ટિપ્પણી, કહ્યું આ અમેરિકાની પાછળ દોડનારો કૂતરો છે !

બેઇજિંગઃ વિશ્વને ધમકાવીને રાખવાના સપના જોનારું ચીન હવે કેનડાની સામે થતુ દેખાઇ રહ્યું છે પહેલા ભારત અને અમેરિકાને ધમકીઓ આપનારા ચીને હવે કેનડાને ધમકાવવાનું શરૂ કર્યું છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના રાજદૂતે કેનડાના પીએમ પર વાંધાજનક ટિપ્પણી કરી છે બ્રાઝિલમાં ચીની રાજદૂત લી-યાંગે કેનડાના પીએમ જસ્ટીન ટૂડ્રો માટે કહ્યું છે કે તેઓ બાળક જેવા છે અને અમેરિકાની પાછળ દોડતા કૂતરા જેવા છે. 

છેલ્લા ઘણા સમયથી કેનડા અને ચીન વચ્ચે વિવાદ હતો પરંતુ હવે લી યાંગની  નિમ્નકક્ષાની ટિપ્પણી સામે આવી છે. કહ્યું કે જસ્ટીન ટુડ્રો તમારી ઉપલબ્ધી એ છે કે તમારા આવ્યાં પછી ચીન અને કેનડા વચ્ચેના સંબંધો દુશ્મનીમાં બદલાઇ ગયા છે કારણ કે તમે અમેરિકાની પાછળ દોડતા કૂતરા જેવા છો. એક દેશના વડાપ્રધાન માટે આવી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે હવે બંને દેશો વચ્ચે વિવાદ વધશે, અમેરિકા અને ચીન વચ્ચે પહેલાથી જ સ્થિતી બગડી છે અને અમેરિકાને સપોર્ટ કરનારા કેનડાને પણ ચીને હવે દબાવવાનો પ્રયાસ કર્યો છે. જેને કારણે બંને દેશો વચ્ચે વેપાર સંબંધો પણ બગડી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch