Thu,18 April 2024,1:12 pm
Print
header

ચીનની નફ્ફટાઇ, ભારતીય સૈનિકો પર પથ્થરો અને કાંટાળા ડંડાથી હુમલો કર્યો

પ્રતિકાત્મક ફોટો

લદ્દાખઃ છેલ્લા 10 દિવસથી ચીન દ્વારા ભારતની ઉશ્કેરણી શરૂ કરાઇ છે, દુનિયા આજે કોરોના વાઇરસ ફેલાવનાર ચીન સામે બદલો લેવાની માંગ કરી રહી છે, ત્યારે ચીન આ મુદ્દાને ભટકાવવા પાકિસ્તાન સાથે મળીને કોઇ મોટું ષડયંત્ર રચી રહ્યું છે, થોડા દિવસો પહેલા લદ્દાખ સરહદ પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે મારામારીમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા, હવે સામે આવ્યું છે કે ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર પથ્થરમારો કર્યો હતો, કાંટાળા ડંડાથી હુમલો કર્યો હતો. જો કે ભારતીય સેનાએ પણ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે.

સરહદ પર આવેલા પૈંગોંગ ત્સો નદી પાસેના વિસ્તારમાં આ હુમલો થયાનું સેનાનાં સૂત્રો જણાવી રહ્યાં છે. ચીને સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી છે, સામે ભારતે પણ અહીના વિસ્તારોમાં વધુ સૈનિકો તૈનાત કર્યા છે.ચીન દ્વારા આ વિસ્તારોમાં સૈન્ય હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ વધારી દેવાયું છે, કોઇ પણ કારણ વગર ચીન હવે ભારત સામે યુદ્ધ ઇચ્છતુ હોય તેવો વર્તાવ કરી રહ્યું છે, અમેરિકા સાથે ભારતના વધતા સંબંધોથી પણ ચીન નારાજ છે. જો કે ભારત કોઇ પણ સ્થિતીની પહોંચી વળવા તૈયાર છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch