Wed,24 April 2024,9:50 am
Print
header

ચીનમાં પેસેન્જર પ્લેન ક્રેશ, 133 મુસાફરો હતા સવાર - Gujarat Post

બેઇઝિંગઃ ચીનમાં 133 લોકોને લઈને જતું એક પેસેન્જર જેટ ક્રેશ થયું છે, જેમાં ઘણા લોકોના જાનહાનિની ​​આશંકા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બોઇંગ 737 પ્લેન ગુઆંગસી ક્ષેત્રના વુઝોઉ શહેર નજીકના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું, પર્વતોની વચ્ચે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે બચાવ ટીમો રવાના કરવામાં આવી છે.

સ્થાનિક મીડિયા અનુસાર ચીની મીડિયા અનુસાર, MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરના ચાંગશુઈ એરપોર્ટ પરથી બપોરે 1.15 કલાકે ઉડાન ભરી હતી. તે 3 વાગ્યા સુધીમાં ગ્વાંગડોંગ પ્રાંતના ગ્વાંગઝોઉ પહોંચવાનું હતું, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન સાડા છ વર્ષ જુનું હતું. જૂન 2015માં એરલાઈન્સ લીધું હતું. MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી. નોંધનિય છે કે એવિએશન સેફ્ટી નેટવર્ક અનુસાર ચીનમાં છેલ્લી વખત આવો મોટો અકસ્માત 2010માં થયો હતો.જ્યારે Embraer E-190 ક્રેશ થયું હતું.તેમાં 96 લોકો હતા જેમાંથી 44 લોકોના મોત થયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch