Sat,20 April 2024,9:14 pm
Print
header

ચિલી વાયુસેનાના વિમાન C-130 હરકયૂલસનો કલાકો પછી પણ સંપર્ક નહીં, 38 મુસાફરો સાથે લાપત્તા

દક્ષિણી અમેરિકી દેશ ચિલીના વાયુસેનાનું માલવાહક જહાજ C-130 હરક્યૂલસ 38 મુસાફરો સાથે લાપત્તા છે, જેમાં 17 ક્રૂમેમ્બરનો સમાવેશ થાય છે. પુંટા એરિનાસ શહેરના એરબેઝ પરથી ઉડાણ ભર્યાના થોડા જ સમયમાં વિમાનનો ગ્રાઉન્ડ સ્ટાફથી સંપર્ક તૂટી ગયો હતો, ત્યારથી તેની શોધખોળ થઇ રહી છે. 

સાઉથ ચિલીથી એન્ટાર્કટિકા જઈ રહેલા આ વિમાને સોમવારે સાંજે 4.55 વાગ્યે પુંટા એરિનાસ એરબેઝ પરથી ઉડાણ ભરી હતી. સાંજે 6.13 વાગ્યે એન્ટાર્કટિકા પરથી વિમાન પસાર થઇ રહ્યું હતુ, ત્યારે અંતિમ સિગ્નલ મળ્યાં હતા, બાદમાં તેનો સંપર્ક તૂટી ગયો હતો, એરફોર્સની જુદી જુદી ટીમો દ્વારા વિમાનની શોધખોળ થઇ રહી છે, સેનાને એવું પણ લાગી રહ્યું છે કે આ વિમામ લગભગ ક્રેશ થઇ ગયું છે, જેથી અન્ય વિમાનો દ્વારા તેની શોધ થઇ ચાલુ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch