Fri,19 April 2024,2:25 pm
Print
header

17 વર્ષના છોકરાએ માતા-પિતા- બહેનની કુહાડી મારીને કરી નાખી હત્યા, કારણ જાણીને તમે ચોકી ઉઠશો

રશિયાઃ રશિયામાં હ્રદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીંના મીડિયા રિપોર્ટ મુજબ 17 વર્ષીય બાળક વદીમ ગોરબુનોવે પોતાના માતા-પિતા અને બહેનની માત્ર એટલા માટે હત્યા કરી નાખી, કેમ કે તેઓ તેને સ્કૂલમાં જવા માટે દબાણ કરી રહ્યાં હતા અને તે સ્કૂલમાં જવા માંગતો ન હતો. એ જ કારણે બાળકે કુહાડીને કારણે ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મર્ડર કર્યાં બાદ તે પોતાના ઘરેથી ભાગી ગયો હતો રશિયાની પોલીસને આ કેસનું કોકડું સોલ્વ કરવામાં ઘણો સમય લાગી ગયો હતો.

પોલીસે જણાવ્યું કે બાળકે પોતાના પિતાની હત્યા કર્યાં બાદ તેના મૃત શરીરને ખરાબ રીતે કચડી નાખ્યો હતો પછી પોતાના કપડાં પહેરાવી દીધા હતા જેથી પોલીસને લાગે તે બાળકની બોડી છે. બાળકના 40 વર્ષીય પિતા વ્યવસાયે વેલ્ડર હતા. તપાસની શરૂઆતમાં પોલીસે એમ માન્યું કે સૌની હત્યા પિતાએ જ કરી છે અને તેને શોધવાનો શરૂ કરી દીધો હતો ત્યાર બાદ ફોરેન્સિક એક્સપર્ટ્સે જ્યારે ડેડ બોડી પર સારી રીતે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે આ બોડી તો પિતાની છે.

રશિયાઈ ઇન્વેસ્ટિગેશન કમિટીએ જણાવ્યું  કે ચહેરો ખરાબ રીતે કચડી દેવામાં આવ્યો હતો.પોલીસે ક્રાઇમ સીનથી 362 કિલોમીટર દૂર બાળક વદીમ ગોરબુનોવને પકડ્યો હતો પોલીસ અધિકારીઓને છોકરાની માતા ગુલ્યા ગોરબુનોવ અને 12 વર્ષીય બહેન યુલીયાનું શબ ઘરમાં જ મળ્યું છે વદીમ ગોરબુનોવને પૂછપરછ કર્યાં બાદ પોલીસે જણાવ્યું હતું કે, છોકરાએ હત્યાનો સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે તે શાળાએ જવા માંગતો ન હતો. તેની માતા તેને બળજબરીપૂર્વક શાળાએ મોકલવાની તૈયારી કરી રહી હતી, જેના કારણે ભયંકર લડાઈ થઇ હતી.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, વદીમ મેથ્સ ટીચિંગથી નાખુશ હતો તે ઘણા ક્લાસ પણ છોડી ચૂક્યો હતો. સૌથી પહેલા વદીમે પોતાની માતાને કુહાડીથી મોતને ઘાટ ઉતારી દીધી પછી જ્યારે તેના પિતા આવ્યાં તો તેના પર હુમલો કરી દીધો. સૌથી અંતમાં છોકરાએ પોતાની બહેનને શિકાર બનાવી હતી. પડોશીઓનું કહેવું છે કે વદીમનો પરિવાર ખૂબ મિત્રતાવાળો વ્યવહાર રાખતો હતો અને તે પણ પોતાની બહેનની ખૂબ કેર કરતો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch