Thu,25 April 2024,2:04 pm
Print
header

કોરોનાને કારણે બે દાયકમાં પ્રથમ વખત બાળ મજૂરો વધ્યાઃ UN

લંડનઃ વિશ્વમાં બે દાયકામાં પ્રથમ વખત બાળ મજૂરો વધ્યા હોવાનું યુનાઈટેડ નેશન્સના જાહેર થયેલા રિપોર્ટમાં જણાવાયું છે. કોરોના વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિને કારણે આવું બન્યું છે. યુએનની ચિલ્ડ્રન એજન્સી યુનિસેફે કહ્યું છે કે 2020ની શરૂઆતમાં બાળમજૂરોની સંખ્યા 160 મિલિયન હતી અને છેલ્લા 4 વર્ષમાં 8.4 મિલિયનનો ઉમેરો થયો હતો.

મહામારીની શરૂઆત પહેલા તેમાં વધારો થવાનું શરૂ થયું હતું. 2000 થી 2016 વચ્ચે બાળ મજૂરોની સંખ્યા 94 મિલિયન હતી. કોવિડ-19 ને કારણે વિશ્વમાં દર 10માંથી એક બાળક બાળ મજૂર છે જેમાં આફ્રિકાની હાલત સૌથી ખરાબ છે. મહામારી બાદ આ સ્થિતિ દિવસે ને દિવસે ભયાવહ થતી જાય છે.

યુનિસેફના વડા હેનરિટા ફોરેએ કહ્યું, કોવિડ-19 ક્રાઇસિસના કારણે સ્થિતિ વણસી રહી છે અમે બાળ મજૂરી નાબૂદ કરવાનું ગ્રાઉન્ડ ગુમાવી રહ્યાં છીએ. લોકડાઉનને કારણે સ્કૂલો બંધ છે. અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે, લોકોના બજેટ ખોરવાઈ ગયા છે, જેથી કારણે ઘરના બે છેડા ભેગા કરવા બાળકોને પણ નાછૂટકે મજૂરી કરાવી રહ્યાં છે. મહામારીને કારણે ગરીબીમાં પણ વધારો થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch