Wed,24 April 2024,5:34 am
Print
header

BJPમાં બળવો કરીને છોટા ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ બનેલા નેતાએ 18 દિવસમાં જ આપ્યું રાજીનામું

છોટાઉદેપુર: તાલુકા પંચાયતની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. છોટાઉદેપુર તાલુકાના પ્રમુખ રાજેશ રાઠવાએ  DDOને અને ઉપપ્રમુખ નકુડીબેન રાઠવાએ તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું આપી દીધું છે. પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 10 સભ્યોએ ભાજપ સામે બળવો કરી કોંગ્રેસના સહકારથી સત્તા મેળવી હતી.

છોટાઉદેપુર તા.પં માં કુલ 26 પૈકી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. પ્રમુખની ચૂંટણીમાં રાજેશ રાઠવા ગેરહાજર હોવા છતાં કોંગ્રેસના 6 સભ્યોએ ટેકો કરતા રાજેશ રાઠવાની જીત થઈ હતી.તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યાંના માત્ર 18 જ દિવસમાં રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. પક્ષ સામે બળવો કરતા ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખ સહિત તમામ 10 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં હતા. જો કે હવે પ્રમુખ અને ઉપપ્રમુખે કોઇ કારણસર રાજીનામા આપવા પડ્યાં છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ગુજરાતમાં 231 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપની જ્યારે 33માં કોંગ્રેસની જીત થઈ હતી. રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતો પર ભાજપે કબ્જો કર્યો છે. 81 નગરપાલિકામાંથી ભાજપને 75માં જીત મળી હતી.આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch