છોટા ઉદેપુરઃ એક દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા દારુ પીધેલી હાલતમાં જાહેર કાર્યક્રમમાં પહોંચ્યાં હતા. અને તેમને મંત્રી નિમિષાબેન સુથાર સાથે અયોગ્ય વર્તન પણ કર્યું હતુ. હવે ભારતીય જનતા પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી નાખી છે. પ્રદેશ ભાજપ દ્વારા તેમનું રાજીનામું લઇ લેવાયું છે. 23 જુલાઈએ રશ્મિકાંત વસાવાનો દારૂ પીધેલી હાલતનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતમાં દારૂબંધી અંગે ફરીથી સવાલો ઉઠી રહ્યાં છે. વિપક્ષ પણ સતત સત્તાપક્ષને ટાર્ગેટ કરી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં શનિવારે રાષ્ટ્રપતિનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર હોવા છતાં અશોભનિય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, જાહેરમાં લથડિયા ખાતા જોવા મળ્યાં હતા.
હાલ તો છોટાઉદેપુર ભાજપ પ્રમુખનુ રાજીનામું લેવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ છે કે શું ગુજરાત પોલીસ તેમના પર દારુબંધી અંતર્ગત કોઈ કાર્યવાહી કરશે કે કેમ ? રાજ્યમાં દારુબંધીના કડક કાયદા છે ત્યારે સત્તાપક્ષ ભાજપના નેતા ખુલ્લેઆમ ટલ્લી થઈને મંત્રી સાથે સ્ટેજ શેર કરતા જોવા મળી રહ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01
જવાહર ચાવડાનું ભાજપમાં ભવિષ્ય ખતરામાં ! શું તેઓ કોંગ્રેસમાં પાછા જઇ શકે છે ? Gujarat Post | 2024-03-26 10:12:55