Sat,20 April 2024,2:30 pm
Print
header

છત્તીસગઢના પ્રથમ CM અજીત જોગીનું નિધન, 20 દિવસમાં ત્રણ વખત આવ્યો હતો હાર્ટએટેક

રાયપુરઃ છત્તીસગઢ રાજ્ય બન્યાં પછી તેના પ્રથમ મુખ્યમંત્રી રહી ચુકેલા અજીત જોગીનું 74 વર્ષની ઉંમરે રાયપુરની હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના પુત્ર અમિત જોગીએ જણાવ્યું છે કે તેઓ 9 મેથી કોમામાં હતા અને 20 દિવસમાં તેમને ત્રણ વખત હાર્ટએટેક આવ્યાં હતા. ડોક્ટરોએ તેમને બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ આજે તેમનું મોત થઇ ગયું છે. 

અમિત જોગીએ કહ્યું છે કે મે અને છત્તીસગઢની જનતાએ તેમના પિતા ગુમાવી દીધા છે, આજે રાજ્યના લાખો લોકો દુખમાં ડૂબ્યાં છે, જોગીએ ગરીબો માટે અનેક યોજનાઓ લાગુ કરી હતી અને તેઓ જનતાના એક મોટા નેતા હતા. તેઓ એક આઇએએસ અધિકારી હતા, બાદમાં નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, 2016માં તેમને કોંગ્રેસ છોડીને જનતા કોંગ્રેસ છત્તીસગઢ પાર્ટીની સ્થાપના કરી હતી. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch