Thu,25 April 2024,8:50 pm
Print
header

અર્બુદા ધામ ખાતે ચૌધરી સમાજનું મહાસંમેલન, હજારોની સંખ્યામાં ઉમટ્યાં વિપુલ ચૌધરીના સમર્થકો- gujaratpost

વિપુલ ચૌધરીની ખાલી રહેલી ખુરશી પર તેમની પાઘડી મુકવામાં આવી 

વિપુલ ચૌધરીને સરકાર મુક્ત કરે

મહેસાણાઃ વિસનગરમાં અર્બુદા ધામમાં ચૌધરી સમાજનું એક વિશાલ સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં વિપુલ ચૌધરીના સમર્થકો ઉમટી પડ્યાં હતા. વિપુલ ચૌધરીની ખુરશી ખાલી હોવાથી તેના પર તેમની પાઘડી મુકી હતી. આ સંમેલનમાં વિપુલ ચૌધરીને જ સભાના અધ્યક્ષ બનાવ્યાં હતા. ભાજપના ધારાસભ્ય અને મંત્રી ઋષિકેશ પટેલની જગ્યાએ પ્રકાશ પટેલને ટિકિટ આપવાની માંગ કરાઇ છે. આ અંગે અર્બુદા ધામના મહંત ઝાખડ ઋષિએ મોટું નિવેદન આપ્યું છે.

અર્બુદા ધામમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા. આ સંમેલન સ્થળ પરથી જ વિપુલ ચૌધરીને છોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ માટે જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડવવા માટે ઉપવાસની પણ જાહેરાત કરી છે. જો આગામી પાંચ દિવસમાં વિપુલ ચૌધરીને નહીં છોડાય તો ગાંધીનગર ખાતે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.

નોંધનીય છે કે વિપુલ ચૌધરીની અંદાજે 800 કરોડ રૂપિયાના દૂધસાગર ડેરીના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. તેમની સાથે તેમના CAની પણ ધરપકડ કરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch