રાયપુરઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અહીંની આરા પહાડીઓમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું છે. ગ્રામીણોના જણાવ્યાં અનુસાર, આ ચાર્ટર્ડ પ્લેન જશપુરના નારાયણપુર વિસ્તારના રતનપહલી જંગલમાં ઝાડ સાથે અથડાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ પહાડી વિસ્તારમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. હાલમાં એ જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. વિમાન જમીનથી અંદાજે 30 ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું.
એસએસપી લાલ ઉમેદસિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યાં છે. જશપુર જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે આ વિમાન દુર્ઘટનામાં જાનહાનિની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ કરવામાં આવશે. પહાડી વિસ્તાર હોવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52