અમદાવાદ: વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસમાં કેસ થયો હતો, અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આજે આ કેસમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ કર્યો છે, જેના પગલે હવે કેસની નિયમિત ટ્રાયલ શરૂ થશે.
આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ, સરકારી કર્મચારીઓ પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ અને ધમકી આપવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ, આરોપીઓએ વગર પરવાનગીએ, પૂર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું.
તેમણે પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી, ધમકી આપી હતી અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. અગાઉ હાર્દિક પટેલ આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર ન રહેતા કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું. જો કે, હાર્દિક પટેલે આ વોરંટને હાઇકોર્ટમાં પડકાર્યું હતું અને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેધરી આપતા હાઇકોર્ટે તે વોરંટ રદ્દ કર્યું હતું.
જોકે, હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી, પરંતુ આજે તેને કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું અને ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્ણ થતાં હવે આ હાઈ-પ્રોફાઇલ કેસની ટ્રાયલ શરૂ થશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
કણભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અને જી.આર.ડી જવાન આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-05-16 17:07:21
NEET પેપર લીક વિવાદઃ અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો NSUIએ કર્યો ઉગ્ર વિરોધ | 2026-05-14 16:54:51