Tue,23 April 2024,7:26 pm
Print
header

ધ કાશ્મીર ફાઈલ્સ વિવાદઃ ચાલુ ફિલ્મમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યા- Gujarat post

તેલંગાણાઃ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ” અત્યારે દેશભરના થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમના પલાયનને દર્શાવવામાં આવ્યું છે. જો કે તાજેતરમાં આ ફિલ્મને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  તેલંગાણામાં ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન “પાકિસ્તાન જિંદાબાદ”ના નારા લાગ્યા હતા. આ નારા લાગતા થિયેટરમાં જ મારમારી થવા લાગી હતી.જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ફિલ્મ જોવા આવેલા લોકોમાંથીં જાગૃત નાગરિકોએ પોલીસને ફોન કર્યો હતો.જો કે પોલીસ આવે તે પહેલા આ બંને વ્યક્તિઓ ભાગી છૂટયા હતા. તેમને લોકોએ માર પણ માર્યો હતો. હવે સીસીટીવી દ્વારા તેમની ઓળખના પ્રયાસ થઇ રહ્યાં છે. પોલીસનું કહેવુ છે કે, અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. એવુ લાગે કે કેટલાક લોકો માહોલ ખરાબ કરવા માટે કોશિશ કરી રહ્યાં છે.

આ ઘટના 18 માર્ચે તેલંગાણાના આદિલાબાદમાં બની હતી. બે વ્યક્તિઓએ થિયેટરમાં માહોલ ખરાબ કરવા માટે ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી નારા લાગ્યા હતા અને એ પછી ભડકેલા લોકોએ તેમની ધોલાઈ કરી નાંખી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch