Fri,19 April 2024,2:03 pm
Print
header

ગુજરાતમાં ગૃહ વિભાગમાં થયા મોટા ફેરફાર, આ અધિકારીને સોંપાઇ અધિક મુખ્ય સચિવની જવાબદારી

ગાંધીનગરઃ ગુજરાતના ગૃહ વિભાગમાં મોટા ફેરફાર થયા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂંક કરાઈ છે. ગુજરાત સરકારની ભલામણથી તેમની ગૃહ વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે. રાજીવ કુમાર ગુપ્તા ગૃહ વિભાગનો ચાર્જ સંભાળી રહ્યાં હતા તેમની જગ્યા હવે રાજ કુમાર લેશે, જેઓ ડેપ્યુટશન પર દિલ્હી ફરજ બજાવી રહ્યાં હતા.

રાજકુમાર ભૂતકાળમાં ગૃહવિભાગમાં કામ કરી ચૂક્યાં છે. રાજકુમારની છાપ પ્રામાણિક, અને મહેનતુ અધિકારી તરીકેની છે. કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને ગુજરાતમાં પરત મુક્યાંં છે. એક તરફ આખું મંત્રીમંડળ ઘરે બેસાડીને નવું મંત્રીમંડળ રચાયું છે, બીજી તરફ થોડા જ સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઇને પણ આ મોટો ફેરફાર કરાયાની ચર્ચા છે.

રાજકુમાર ભૂતકાળમાં ગૃહવિભાગમાં કામ કરી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને અમિત શાહ ગૃહમંત્રી હતાં ત્યારે આ બંને મહાનુભાવો સાથે કામ કરવાનો પણ અનુભવ ધરાવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch