Tue,23 April 2024,7:24 pm
Print
header

મોહાલી: આરોપી વિદ્યાર્થીની તેના બોયફ્રેન્ડને મોકલતી હતી વીડિયો, પોલીસે શિમલાથી આરોપીની કરી ધરપકડ- Gujarat Post

પોલીસ છોકરીના બોયફ્રેન્ડની પૂછપરછ કરી રહી છે. નવા અનેક ખુલાસા થઈ રહ્યા છે.

આરોપી વિદ્યાર્થીની બાદ આ કેસમાં બીજી ધરપકડ 

ચંડીગઢઃ મોહાલીની ખાનગી યુનિવર્સિટી હોસ્ટેલમાં ન્હાતી 60 જેટલી વિદ્યાર્થીનીઓના વીડિયો લીક કરવાના કેસમાં આરોપી વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડની શિમલાથી ધરપકડ કરવામાં આવી છે.પોલીસ બોયફ્રેન્ડની પૂછપરછ કરી રહી છે અને તેના દ્વારા અનેક ખુલાસા થઈ રહ્યાં છે. આરોપી વિદ્યાર્થીની બાદ આ કેસમાં આ બીજી ધરપકડ છે.

વિદ્યાર્થિનીઓનો વીડિયો લીક થવાના કિસ્સાએ જોર પકડ્યું છે. યુનિવર્સિટીના હજારો  વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. માંગ છે કે વહીવટીતંત્ર અને યુનિવર્સિટી મેનેજમેન્ટે આ મામલાને દબાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.વધતા હોબાળાને જોતા યુનિવર્સિટી પ્રશાસને 2 દિવસ (19 અને 20 સપ્ટેમ્બર) માટે અભ્યાસ બંધ રાખવાની જાહેરાત કરી છે.એટલે કે 2 દિવસને નોન ટીચિંગ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીનો દાવો છે કે આરોપી વિદ્યાર્થીએ છોકરીઓના આ વીડિયો વેંચવા માટે બનાવડાવ્યાં હતા.

યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે એક વિદ્યાર્થીની બેહોશ થઈ ગઈ હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત સ્થિર છે. કોઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો નથી. પોલીસે વીડિયો બનાવનાર આરોપી વિદ્યાર્થીનીની ધરપકડ કરી લીધી છે. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પંજાબના સીએમએ કર્યું ટ્વીટ 

આ મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે ચંદીગઢ યુનિવર્સિટીની ઘટના સાંભળીને દુઃખ થયું છે.અમારી દીકરીઓ અમારું ગૌરવ છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યાં છે, જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું. હું દરેકને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરું છું.

વિદ્યાર્થીનો મોબાઈલ તપાસ માટે મોકલાયોઃ એસ.એસ.પી

મોહાલીના એસએસપી વિવેક સોનીના જણાવ્યાં અનુસાર આરોપી વિદ્યાર્થીનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. હવે અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કે વીડિયો શા માટે ત્યાં મોકલવામાં આવ્યો ?

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch