Wed,15 July 2026,12:53 am
Print
header

રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું

  • Published By
  • 2026-07-07 17:52:06
  • /

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મહાસચિવ ચંપત રાયના રાજીનામાને લઈને નવા અહેવાલ સામે આવ્યાં છે. ટ્રસ્ટી મહંત દિનેન્દ્ર દાસે દાવો કર્યો છે કે તેઓ ચંપત રાયનું રાજીનામું લેવા માંગતા ન હતા. તેમણે કહ્યું કે માત્ર તેઓ જ નહીં, પરંતુ ટ્રસ્ટના મોટાભાગના સભ્યો પણ ચંપત રાયનું રાજીનામું સ્વીકારવાના પક્ષમાં ન હતા.

મહંત દિનેન્દ્ર દાસે આક્ષેપ કર્યો કે ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરીએ લીધું અને આ સમગ્ર ઘટનાક્રમમાં તેમની જ મુખ્ય ભૂમિકા રહી છે, બેઠકમાં ચંપત રાય દ્વારા સોંપવામાં આવેલા રાજીનામાની નકલ પણ સાર્વજનિક કરવામાં આવી નથી, જેના કારણે સમગ્ર પ્રક્રિયા પર સવાલો ઊભા થઈ રહ્યાં છે. 

મહંત દિનેન્દ્ર દાસનું કહેવું છે કે ટ્રસ્ટ ડીડમાં રાજીનામાની જે પ્રક્રિયા અને નિયમો નિર્ધારિત છે, તેનું આ મામલામાં પાલન કરવામાં આવ્યું નથી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે જ્યારે ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરી છે તો આ સમગ્ર મામલામાં તેમની પણ જવાબદારી બને છે. તેમનું કહેવું હતું કે રાજીનામાની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક હોવી જોઈતી હતી અને ટ્રસ્ટના તમામ સભ્યોને તેની જાણ કરવામાં આવવી જોઈતી હતી.

કરોડો રૂપિયાના ચોરી વિવાદ વચ્ચે આવેલા આ નિવેદનથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંદર મતભેદો વધુ ઘેરાતા જોવા મળી રહ્યાં છે. હવે ચોરીની તપાસની સાથે ચંપત રાયના રાજીનામાની પ્રક્રિયા પણ નવા વિવાદનો વિષય બની ગઈ છે. હવે આગળની વ્યવસ્થા કેવી રીતે થશે, તેની ચર્ચા શરૂ થઈ છે. નક્કી કરવામાં આવ્યું કે મંદિરની વ્યવસ્થા સંભાળવા માટે કૃષ્ણ મોહનને મહાસચિવ બનાવવામાં આવે. આ નામ પર મોટાભાગના સભ્યો સહમત થઈ ગયા. સાથે જ, આગળ જતાં સીઈઓ (CEO)ની નિમણૂંક કરવા પર પણ ટ્રસ્ટીઓ તૈયાર થયા છે.

આ માટે 3 સભ્યોના નામ રાખવામાં આવ્યાં છે. જેમાં નિવૃત્ત જસ્ટિસ પ્રદીપ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુ કાંત ચતુર્વેદી અને સુરેશ હાવડેના નામો છે.  

નોંધનિય છે કે મંદિરના દાનની ચોરી થતા ભક્તો પણ તંત્રથી નારાજ છે, કરોડો રૂપિયાની રકમનો કોઇ હિસાબ નથી, અને આ મામલે પોલીસે તપાસ કેટલાક આરોપીઓને ઝડપી લીધા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch