Thu,25 April 2024,9:53 pm
Print
header

કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ, ભાવનગર CGSTની પ્રીવેન્ટિવ ટીમે વલીની કરી ધરપકડ- gujarat post

ભાવનગરઃ કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કેસમાં સીજીએસટીની પ્રીવેન્ટિવ ટીમે મોટી કાર્યવાહી કરી છે. કુખ્યાત વલી જમાલ હાલારીની ધરપકડ કરી લેવામાં આવી છે. વલીને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ગત તા.13મી જુલાઇના રોજ ભાવનગરના નવાપરાના મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં સીજીએસટીની ટીમે પાડેલા દરોડામાં 10.47 કરોડ રૂપિયાની આઇટીસી મામલે ગેરરીતિ પકડાઇ હતી. 

દરોડા દરમિયાન વલી હાલારી અને તેની ગેંગના માણસોએ સીજીએસટીની ટીમ પર હુમલો કર્યો હતો. આ કેસમાં વલી હાલારીની પોલીસ દ્વારા ગત શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, અને તેને જામીન મળતા જ સીજીએસટી ટીમે પૂછપરછ માટે કબ્જો મેળવ્યો હતો. અગાઉ સીજીએસટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ફારૂક મનસુરી, તળાજાના વેપારીઓ અને વલીના પુત્રના સ્ટેટમેન્ટને આધારે સીજીએસટી ટીમે વલી હાલારીની ધરપકડ કરીને નિયમ મુજબ મેડિકલ કાર્યવાહી માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. વલી હાલારીએ મીડિયા સમક્ષ સીજીએસટીએ માર માર્યાં હોવાના અને 50 લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કર્યાં હતા. બીજી તરફ સીજીએસટીના અધિકારીઓનું કહેવું છે કે વલીની પોલીસની હાજરીમાં પુછપરછ કરવામાં આવી હતી, અને તેને કોઇ માર માર્યો નથી. 

વલી હાલારીને કોર્ટ સમક્ષ રજૂ કરાશે, હાલારીને સીજીએસટીની રેડ દરમિયાન બોગસ બિલિંગ કેસમાં મુખ્ય ષડયંત્રકાર ગણાવવામાં આવ્યો હતો. જીએસટીની કલમ 132, 69 હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે ભાવનગરમાં હજારો કરોડ રૂપિયાના બોગસ બિલિંગ થઇ રહ્યાં છે. માત્ર કાગળ પર ધંધો બતાવીને આઇટીસી પાસઓન કરાય છે અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરાઇ રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch