Thu,21 May 2026,4:14 am
Print
header

આ છે CGST નો તોડબાજ અધિકારી, રૂ.20 લાખની લાંચ લેતા ACB એ બે લોકોને ઝડપી લીધા

  • Published By Mahesh patel
  • 2026-04-29 07:38:27
  • /

રાજકોટઃ ગુજરાતમાં સેન્ટ્રલ જીએસટીના કેટલાક અધિકારીઓનો આતંક વધી રહ્યો છે, રાજકોટમાં મુકેશકુમાર મનબોધ્ધ કુમાર, ઉ.વ.43, સુપ્રીન્ટેન્ડન્ટ, સી.જી.એસ.ટી., ડીવીઝન-1, રેન્જ-5 અને આકાશ રમેશભાઇ કલોલીયા, ઉ.વ.-33, ધંધો-ટેક્ષ કન્સલ્ટન્ટ,રહે.રાજકોટ એસીબીની ઝપેટમાં આવી ગયા છે.
 
ટ્રેપનું સ્થળઃ- ક્રીએટીવ કોમ્પ્લેક્ષ, એસ.ટી. બસ સ્ટેશન પાછળ, રાજકોટ 

ફરીયાદી વિરૂધ્ધ સી.જી.એસ.ટી. કચેરીમાં જી.એસ.ટી ન ભરવા તથા ખોટા બિલો બનાવવા બાબતે થયેલી અરજીની પતાવટ કરવા અને મોટો કેસ નહીં કરવા 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં આ બાબતે ફરિયાદ આપી હતી. અંતે આરોપીઓ લાંચના 20 લાખ રૂપિયા લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી : એ.એ.ખોખર, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેર

મદદમા રહેનાર અધિકારી : પી.એ. દેકાવાડીયા, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી ફિલ્ડ રાજકોટ એકમ 

સુપરવિઝન અધિકારી : જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, 

ઇન્ચાર્જ અધિકારી : બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch