Sat,20 April 2024,4:47 pm
Print
header

ભારતીય નાગરિકોને રાહત, બ્રિટને કોવિશીલ્ડ વેક્સીનને આપી માન્યતા

કોવિશીલ્ડના ડોઝ લીધા હશે તો સીધો જ પ્રવેશ મળશે 

નવી દિલ્હી: ભારતમાંથી યુકે જતાં લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારત સરકારના દબાણ સામે યુકેને ઝુકવું પડ્યું છે. યુકેએ કોરોના માટેની કોવિશીલ્ડ રસી મેળવનારા લોકોને ક્વોરેન્ટાઇન વગર તેમના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ યુકેમાં આ મંજૂરી ન હતી પરંતુ ભારત સરકારે યુકે સરકાર પર દબાણ બનાવ્યું હતું અને કહ્યું કે કોવિશીલ્ડ રસી પ્રત્યે યુકેનું વલણ પક્ષપાતી છે.

બ્રિટિશ સરકારે હવે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે, કોવિશીલ્ડને પણ તે રસીઓની શ્રેણીમાં સામેલ કરી છે જે રસી લેનારા લોકોને યુકેમાં મુસાફરી કરવાની મંજૂરી છે. નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવવાના છે, રસીના બીજા ડોઝને 14 દિવસ પૂરા થયા બાદ જ મુસાફરી માટે મંજૂરી આપવામાં આવશે.

ભારતે બ્રિટનને ચેતવણી આપી હતી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, યુકે સરકારનો કોવિશીલ્ડને માન્યતા નહીં આપવાનો નિર્ણય ભેદભાવભર્યો છે.આ ભારતના પરસ્પરના ઈલાજ કરવાના અધિકાર હેઠળ આવે છે.કોવિશીલ્ડને મંજૂરી નહીં આપવાની નીતિ ભેદભાવ ભરેલી છે અને યુકેનો પ્રવાસ કરતા અમારા નાગરિકોને પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રીએ બ્રિટનના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દાને ઉઠાવ્યો હતો.

બ્રિટનના નવા પ્રવાસ નિયમ મુજબ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનારા લોકોનું રસીકરણ માન્ય નહોતું અને યુકે પહોંચ્યા બાદ તેમને 10 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવાનું કહેવામાં આવ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch