Thu,18 April 2024,7:19 am
Print
header

ગાંધી પરિવારે હવે SPG સુરક્ષા કવચના નિયમો પાડવા પડશે ! વિદેશ પ્રવાસે સુરક્ષા જવાનો સાથે જ રહેશે

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે, તેવા સમયે જ ગાંધી પરિવારની સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે સ્પેશ્યલ પ્રોટેક્શન ફોર્સ(SPG)માં રહેતા દરેક વીવીઆઈપીને એક ખાસ સુરક્ષા કવચના નિયમોનું પાલન કરાવવાની ગાઇડ લાઇન જાહેર કરી છે, તે પ્રમાણે જે નેતાઓને એસપીજી સુરક્ષા કવચ મળે છે તેમને દરેક સમયે એસપીજી ટીમ પોતાની સાથે જ રાખવી પડશે, તેઓ વિદેશમાં જશે તો પણ તેમને આ નિયમોનું પાલન તો કરવું જ પડશે, હાલમાં પીએમ મોદી, પૂર્વ વડાપ્રધાનો સિવાય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને એસપીજી સુરક્ષા મળે છે.

આ નિયમો પર કોંગ્રેસના નેતાઓ નારાજ થયા છે, એક કોંગ્રેસ નેતાએ જણાવ્યું છે કે મોદી સરકાર ગાંધી પરિવાર પર નજર રાખવા માંગે છે, જેથી આ બધા ફેરફારોની વાતો થઇ રહી છે, જો કે ગૃહમંત્રાલયે તમામ આરોપ ફગાવી દીધા છે, અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાની વાત કરી છે, કારણ કે ગાંધી પરિવાર વિદેશમાં જાય છે ત્યારે એસપીજી સિક્યુરીટીને તેઓ નજર અંદાજ કરતા હોય છે, એરપોર્ટ પરથી જ સિક્યુરીટીના જવાનોને પાછા મોકલી દેવામાં આવતા હોય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch