Thu,25 April 2024,6:06 pm
Print
header

કેન્દ્ર સરકારે વોટ્સએપના સીઈઓને લખ્યો પત્ર, જાણો ભારતીય યૂઝર્સ માટે પ્રાઇવેસી પોલીસીને લઇને શું કહ્યું ?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસી પર ચિંતા વ્યક્ત કરી છે. સરકાર તરફથી વોટ્સએપ મેનેજમેન્ટને પત્ર લખીને નવી પોલિસી પરત લેવાનું કહ્યું છે. નવી પ્રાઇવેસી પોલિસી પરત લેવામાં આવે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકારએ વોટ્સએપના સીઈઓને પત્ર લખીને કહ્યું કે, ભારતીય યૂઝર્સ માટે નવી ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઇવેસી પોલીસીને પરત લેવામાં આવે. મંત્રાલયે વોટ્સએપના ગ્લોબલ સીઈઓ વિલ કેથર્ટને પત્ર લખીને યૂઝર્સની સુરક્ષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. 

મંત્રાલયે યૂઝર્સની સૂચનાની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યાં છે કહ્યું કે, ચેટનો ડેટા બિઝનેસ એકાઉન્ટથી શેર કરવાથી ફેસબુકની અન્ય કંપનીઓને યૂઝર્સ વિશે તમામ માહિતી મળી જશે. તેનાથી તેની સુરક્ષાને ખતરો થઈ શકે છે. મંત્રાલય પ્રમાણે વોટ્સએપ સ્વીકારો અથવા છોડોની નીતિ હેઠળ નવી પોલિસી મનાવવા મજબૂર કરી રહ્યું છે. યૂઝર્સને ઇનકાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. સરકારે વોટ્સએપને સુપ્રીમ કોર્ટના 2017ના ચુકાદામાં આવેલા પ્રાઇવેસી નિયમો વિશે પણ ધ્યાન દોરવ્યું છે.મંત્રાલયે પૂછ્યું કે, એવા સમયે જ્યારે ભારતીય સંસદમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર ચર્ચા ચાલી રહી છે. આ બિલ સંયુક્ત સંસદીય સમિતી પાસે વિચારણા હેઠળ છે. કંપની જે કામ માટે યૂઝર્સનો ડેટા લઈ રહી છે તે માત્ર તે કામ માટે ઉપયોગ કરી શકે છે.તે માટે યૂઝર્સની સહમતિ જરૂરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch