Fri,26 April 2024,3:28 am
Print
header

CBSE 12th Exam: કોરોના સંકટમાં પણ પરીક્ષા યોજાશે ? જાણો મહત્વના સમાચાર

નવી દિલ્હીઃ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા CBSE બોર્ડની ધોરણ 12 અને અન્ય પરીક્ષાઓને અનુલક્ષીને નિર્ણય લેવા મળેલી કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ બેઠકમાં તમામ રાજ્યોએ પરીક્ષા આયોજિત કરવા માટે પોતાનો પક્ષ રાખ્યો છે અને સલાહસૂચનો પણ આપ્યાં છે. મળતી જાણકારી અનુસાર સરકારે પરીક્ષાઓ રદ્દ ન કરવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાઓ આગામી જુલાઇ મહીનામાં આયોજીત થઇ શકે તેવી શક્યતા છે.જેની ઓફિશીયલ જાહેરાત કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક 1 જૂનના રોજ કરી શકે છે.

બેઠકમાં દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પરીક્ષાઓ આયોજિત કરવામાં ન આવે. તે સિવાય વિદ્યાર્થીઓને પહેલાના નંબરોને આધારે આગળ પ્રમોટ કરવામાં આવે. પરીક્ષાઓ આયોજિત કરતા પહેલાં બાળકોને વેક્સિન આપવામાં આવે એ પણ એક સારો વિકલ્પ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતા માં બોલાવવામાં આવેલી બેઠકમાં શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર સિવાય તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ સહિતના  અધિકારીઓ સામેલ હતા.

રાજનાથસિંહે બે દિવસમાં લેખિતમાં માંગ્યો રાજ્યો પાસે જવાબ

રાજનાથસિંહે પરીક્ષા યોજવાને લઈને તમામ રાજ્યો પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે. શિક્ષણમંત્રીઓએ બે દિવસની અંદર લેખિતમાં જવાબ આપવો પડશે. તમામ રાજ્યો પાસેથી જવાબ મળ્યાં બાદ 30 મેના બેઠક બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch