Wed,16 July 2025,9:01 pm
Print
header

મોન્ટુ પટેલ લાંચ લઈને કોલેજોને આપતો હતો મંજૂરી, CBIના 40 કરતા વધુ કોલેજોના કેસમાં દરોડા, થઇ રહ્યાં છે નવા ઘટસ્ફોટ

  • Published By panna patel
  • 2025-07-05 21:49:46
  • /

અમદાવાદઃ રૂપિયા લઈને મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજોને માન્યતા અપાવવાના કેસમાં CBI એ દરોડા કર્યાં છે, આ કેસમાં ગાંધીનગરના ઝુંડાલ ગામના મોન્ટુ પટેલનું નામ સામે આવ્યું છે. મોન્ટુ પટેલનું અંદાજે 5400 કરોડનું કૌભાંડ હોવાની ચર્ચાઓ છે. ત્યારે મોન્ટુ પટેલના અનેક કાળા કાંડ ખૂલી રહ્યાં છે. મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલો છે.

CBIએ અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલમાં આવેલા બંગલા પર દરોડા પાડ્યાં હતા. દિલ્હીમાં PCIની ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. PCI દ્વારા ફાર્મસી કોલેજોને માન્યતા આપવાની પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓને તપાસ કરવામાં આવી રહી છે.  

સીબીઆઈએ જે 36 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે તેમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 11 અધિકારીઓ અને નેશનલ મેડિકલ કમિશન દિલ્હીના જોઈન્ટ ડાયરેક્ટર અને યુજી-પીજીમાં મંજૂરી આપતા બોર્ડના સિનિયર મેમ્બર ડો.જે.એલ.મીનાનું નામ પણ સામેલ છે. ડો.જે.એલ.મીના, જોઈન્ટ ડાયરેક્ટર પાસેથી સીબીઆઈએ 50 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. તેમના દ્વારા મેડિકલ કોલેજોની મંજૂરી માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓની સાઠગાંઠ સાથે આખું વ્યવસ્થિત રેકેટ ચાલતું હોવાની વાત સામે આવી છે.

સીબીઆઈ દ્વારા કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્તવત્સલદાસ સહિતના દેશના 36 લોકો સામે ગુનો દાખલ થયો છે. કોલેજોને ખોટી રીતે મંજૂરી આપવા મામલે ગુનો દાખલ કરાયો છે. મેડિકલ કોલેજોની મંજૂરી માટે લાંચ લઈને ફેકલ્ટી, દર્દીઓ અને ઈન્ફાસ્ટકચરની ઉણપ હોવા છતાં મંજૂરી આપવામાં આવી હતી. આ મામલે કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 40 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch