Sat,13 June 2026,3:19 pm
Print
header

મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત

  • Published By dilip patel
  • 2026-05-11 10:19:26
  • /

મનાલીઃ વેકેશનમાં ફરવા નીકળેલો ભાવનગરનો પરિવાર વિખેરાઇ ગયો છે, સિંધી પરિવારના સભ્યો મનાલી ફરવા ગયા હતા ત્યારે હિમાચલ પ્રદેશના ચંબા પાસે તેમની કાર અચાનક જ ખીણમાં ખાબકી હતી, જેમાં 5 લોકોનાં મોત થયા છે.

ભાવનગરના સિંધી પરિવારના લલિતભાઈ ફતનાની, સોનિયાબેન ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીના મૃત્યુનાં સમાચાર છે. 

અકસ્માત વહેલી સવારે કાર મનાલીથી બેલા તરફ આગળ વધી રહી હતી. પહાડી રસ્તા પર ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં જઈ પડી હતી. કારમાં કુલ 9 લોકો સવાર હતા. જેમાંથી 5 નાં મોત થઇ ગયા છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને ભાવનગર લાવવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch