Sun,08 September 2024,11:16 am
Print
header

Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકીઓને પ્રોત્સાહન આપનારા કેનેડા સામે ભારતે કડક કાર્યવાહી શરૂ કરી છે,પહેલા કેનેડાના રાજદ્વારીને હાંકી કાઢ્યાં બાદ હવે કેનેડિયન નાગરિકોને ભારતના વિઝા આપવાનું બંધ કરાયું છે,તાત્કાલિક વિઝા સેવા બંધ કરી નાખવામાં આવી છે. આજે 21 સપ્ટેમ્બરથી નવા નિર્ણયની જાહેરાત સુધી વિઝા સેવા બંધ કરાઇ છે. જેથી હવે કેનેડાના નાગરિકો ભારત આવી શકશે નહીં.

કેનેડાના પીએમ ટ્રુડોએ ત્યાંની સંસદમાં ભારત વિરોધી નિવેદનો આપ્યાં હતા અને ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતનો હાથ હોવાનું કહ્યું હતુ, જેથી ભારતે હવે કેનેડાને જવાબ આપવાનું શરૂ કર્યું છે,બીજી તરફ કેનેડા સરકારના ભારત વિરોધી નિવેદનોને કારણે ખાલિસ્તાની આતંકીઓ બેફામ બની રહ્યાં છે અને કેનેડામાં રહેતા ભારતીયોને ધમકીઓ મળી હતી.

કેનેડાની આ હરકતોને કારણે મોદી સરકારે પણ એક પછી એક નિર્ણયો લેવાના શરૂ કર્યાં છે,એજન્સીઓએ ખાલિસ્તાની આતંકીઓ સામે ઇનામ પણ જાહેર કર્યું છે.

બીજી તરફ કેનેડામાં રહીને ભારત વિરોધી ગતિવિધીઓ ચલાવનારા ખાલિસ્તાની સુખા દુન્નાકેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, તેની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch