Sun,25 July 2021,7:07 pm
Print
header

કેનડામાં કોરોના બાદ નવા વાયરસથી ફફડાટ, પાંચ લોકોના મોતથી તંત્ર હરકતમાં

કેનડાઃ દુનિયા આખી આજે કોરોના વાઇરસની ઝપેટમાં છે લાખો લોકોના મોત અને કરોડો લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે હવે કેનડામાં સરકારની ચિંતા વધી રહી છે અહી કોરોના બાદ નવા વાઇરસથી ડર ફેલાઇ ગયો છે આ વાઇરસને કારણે 5 લોકોનાં મોત થઇ ગયા છે. અગાઉ પણ જોવા મળેલી આ ખતરનાક બિમારીને વૈજ્ઞાનિકોએ મેડ કાઉ ડિસીઝ નામ આપ્યું છે.

આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ કેનડામાં 40 લોકોને આ ચેપ લાગ્યો છે જેમાંથી 5 નાં હાલમાં જ મોત થઇ ગયા છે. અન્ય દર્દીઓની સારવાર ચાલી રહી છે. બર્ટરેન્ડ શહેરના મેયર વોન ગોડીને આ વાઇરસ વિશે માહિતી આપી હતી,કહ્યું કે તેના પર આરોગ્ય વિભાગે કામ શરુ કરી દીધું છે વર્ષો પહેલા પણ આ બિમારી દેખાઇ હતી અને ફરીથી નવા કેસ આવી રહ્યાં છે.

બિમારીના લક્ષણોની વાત કરીએ તો વ્યક્તિ વસ્તુઓ ભૂલવા લાગે છે, અને તેને કોઇ વસ્તુ યાદ રાખવામાં તકલીફ પડે છે. દિમાગને લગતી બિમારી તેના શરીરમાં ઘર કરી જાય છે ઉપરાંત કેટલાક કેસમાં દાંતોમાં પણ પીડા થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કાઉ ડિસીઝ ગાય અને અન્ય પ્રાણીઓ સાથે જોડાયેલો રોગ છે. જે મગજ અને દાંત સિવાય હાડકા પર પણ અસર કરે છે. હાલમાં ડોક્ટરો આ બિમારીને લઇને વધુ સંશોધન કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch