Fri,19 April 2024,4:56 pm
Print
header

USના કેલિફોર્નિયામાં જન્મદિવસે જ વિદ્યાર્થીએ સ્કૂલમાં ફાયરિંગ કર્યું, ત્રણ વિદ્યાર્થીઓનાં મોત

અમેરિકાની સ્કૂલોમાં વારંવાર ફાયરિંગની ઘટનાઓ બની રહી છે, કેલિફોર્નિયાના સાંતા ક્લારિતામાં સૌગુસ સ્કૂલમાં 16 વર્ષીય સગીર વિદ્યાર્થીએ પોતાના જન્મદિવસે જ સ્કૂલમાં ફાયરિંગ કરીને ત્રણ વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે, બે વિદ્યાર્થીઓ ગોળી વાગતા ઘાયલ થયા છે,મૂળ એશિયાના વિદ્યાર્થી નાથલીએલ બર્હોએ સ્કૂલમાં અચાનક જ ફાયરિંગ કરી દેતા દોડધામ મચી ગઇ હતી, તેને પોઇન્ટ 45 કેલિબર સેમિ-ઓટોમેટિક પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો, ઘટના બાદ પોલીસે વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે, બીજી તરફ ફાયરિંગમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે, તેમને વિચાર્યું પણ નહીં હોય કે તેમના સંતાનો સાથે આવું પણ થશે. 

સ્કૂલના સ્ટાફની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે નાથલીએલના પિતાનું ગત વર્ષે અવસાન થયું હતુ, તેને પોતાના 16મા જન્મદિવસે સ્કૂલમાં આવું કૃત્ય કર્યું છે, હાલમાં પોલીસ દ્વારા તેની પૂછપરછ ચાલી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch