Fri,19 April 2024,10:38 pm
Print
header

હું આવ્યો ત્યારે લોકો અને ખુદ ભાજપવાળા કહેતા હતા આ લાંબુ નહીં ચાલેઃ પાટીલ

અત્યારે ભાજપમાં પાટીલ જ સર્વેસવા હોવાનું કાર્યકરોનું જ કહેવું છે 

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે 2022 વિધાનસભા ચૂંટણીમાં 100થી વધારે ધારાસભ્યોની ટિકિટ કાપવા તરફ ઈશારો કર્યો છે. તેમના આ નિવેદનથી ભાજપના ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે, કોનું પત્તું કપાશે તેની અત્યારથી જ અટકળો થવા લાગી છે. આ દરમિયાન પાટીલે એક મોટું નિવેદન આપીને વિરોધીઓને પણ ચેતવ્યાં છે.

સી.આર.પાટીલે જણાવ્યું, હું નવો નવો આવ્યો ત્યારે બધા કહેતા હતા કે આ લાંબુ ચાલશે નહીં. આપણાવાળા પણ કહેતા હતા, મને નહીં પણ ખાનગીમાં કહેતા હતા. પણ ઉપરથી સાહેબે મૂકેલો એટલે કોઈ બોલતા ન હતા. પછીથી 8 વિધાનસભાની પેટા ચૂંટણી આવી અને મેં કહ્યું તમામ બેઠકો જીતીશું. કેટલાકે કહ્યું કે, આ નવો નવો આવ્યો છે એટલે તેનું ચસકેલું છે. બધાએ ઘણા અનુમાન કર્યાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રમુખ ખોટો ન પડે એટલે પોતાની તાકાત લગાવલી દીધી આપણે તમામ બેઠકો જીતી ગયા.

જે બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી. તેમાં પણ આપણી જીત થઇ, આ વખતે આપણાં 96 કોર્પોરેટર વધ્યા, કોંગ્રેસનો સફાયો થઈ ગયો. પછી જિલ્લા પંચાયતોમાં પણ કબ્જો કર્યો. વિધાનસભાની ચૂંટણીને લઈ તેમણે કહ્યું નવા ચહેરાઓ તો આપણે  શોધવાના જ છે. આમાંથી પણ કેટલાક રિટાયર્ડ થશે, એટલે નવા 100 થઈ જવાના. અહીંયા બેસેલા ધારાસભ્યોએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. ધારાસભ્યો એટલે સીધું સાહેબ પાસે, એટલે હું કોઈને કાપી શકું તેમ નથી. તેથી મારી પાસે આવતા નહીં સાહેબ પાસે જજો. પણ જો તમારામાં તાકાત હશે, કામ કર્યાં હશે તો સાહેબ જે પાંચ છ જગ્યા પરથી સરવે કરીને રિપોર્ટ કરાવે છે તેના આધારે ટિકિટ આપે છે. એટલે કે ભાજપ હાઇકમાન્ડ પીએમ મોદી અને અમિત શાહ આ વખતે કોઇ નવી રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch