Wed,16 July 2025,9:04 pm
Print
header

રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, અલકનંદા નદીમાં બસ ખાબકી - Gujarat Post

  • Published By Mahesh patel
  • 2025-06-26 11:40:57
  • /

(Photo:ANI)

એક વ્યક્તિના મોતની સત્તાવાર જાહેરાત

જે બસનો અકસ્માત થયો તે બસ 18 સીટર બસ હતી

ઉત્તરાખંડઃ રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ધોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ રવાના થઇ હતી. ગઈકાલે ઉત્તરાખંડના પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં અનેક જિલ્લામાં આભ ફાટ્યું હતું જેના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી.  

હાલમાં પોલીસ કાફલો અને રેસક્યું ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch