Thu,18 April 2024,3:41 pm
Print
header

કોરોના સંકટ વચ્ચે BSEની જાહેરાત, SMEs માટે વાર્ષિક લિસ્ટીંગ ફીમાં 25 ટકાનો ઘટાડો

મુંબઇઃ વિશ્વભરમાં ફેલાયેલો કોરોના વાઇરસ ભારતની ઇકોનોમીને પણ અસર કરી રહ્યો છે, છેલ્લા 2 મહિનાથી દેશમાં લાખો કંપનીઓનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે, પ્રોડક્શન બંધ છે અને કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે, ખાસ કરીને SMEs (સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) સેક્ટરની કંપનીઓને મોટું નુકસાન થયું છે, ફરીથી કંપનીઓ શરૂ કરીને સ્થિતી સામાન્ય કરવા ઘણો સમય લાગે તેમ છે, ત્યારે SMEs કંપનીઓને મદદ કરવા બોમ્બે સ્ટોક એક્સચેંજે મોટી જાહેરાત કરી છે, તે પ્રમાણે કંપનીઓની વાર્ષિક લિસ્ટીંગ ફીમાં 25 ટકાનો ઘટાડો કરી દીધો છે. આ નિયમ જૂની કંપનીઓ અને લિસ્ટીંગ લઇને આવી રહેલી કંપનીઓને લાગુ કરાશે. લોકડાઉન દરમિયાન બીએસઇમાં SMEs પ્લેટફોર્મ પર ત્રણ કંપની લિસ્ટેડ થઇ છે, અને એક સ્ટાર્ટઅપ કંપની પણ છે. તે સાથે જ બીએસઇમાં SMEsની લિસ્ટેડ કંપનીઓની સંખ્યાં 322 થઇ ગઇ છે.  

BSE SME અને Startups ના પ્રમુખ અજય ઠાકુરે જણાવ્યું છે કે કોવિડ-19ની મહામારીથી ભારતની ઇકોનોમી પર અસર થઇ છે, આ સંકટના સમયે SMEsને સપોર્ટ કરવા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે, લિસ્ટિંગ ફીમાં 25 ટકાનો ઘટોડો કરતા કંપનીઓને થોડો ફાયદો થશે. ફાયનાન્સ મંત્રી નિર્મલા સીતારમને SMEs સેક્ટર માટે જે જાહેરાતો કરી છે તેના પર અજય ઠાકુરે કહ્યું છે કે થોડા સમયમાં કંપનીઓની સ્થિતીમાં ઘણો સુધારો થશે અને સરકારના આ પગલાનું અમે સ્વાગત કરીએ છીએ. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch