Sat,20 April 2024,10:12 am
Print
header

ન્યૂયોર્કના બ્રુકલિનમાં મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ, 13 લોકો ઈજાગ્રસ્ત, બોમ્બ પણ મળી આવ્યાં- Gujarat post

ન્યૂયોર્કઃ બ્રુકલિનમાં મેટ્રો સ્ટેશન પર ફાયરિંગની ઘટના બની છે. બ્રોકલીનના એક મેટ્રો સ્ટેશન પર અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટે આ ફાયરિંગની ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, ન્યૂયોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ઘણા લોકોને ગોળી વાગી છે.આ મેટ્રો સ્ટેશન પર થયેલા ફાયરિંગનો એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં લોકો સ્ટેશન પર લોહીલુહાણ હાલતમાં પડ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.

ન્યૂયોર્કમાં સબવે સ્ટેશન પર થયેલા આ ફાયરિંગમાં 13થી વધુ લોકોને ગોળીઓ વાગતાં ઈજાગ્રસ્ત થયા છે. આ ફાયરિંગ કોણે કર્યું તે અંગે કોઈ માહિતી નથી મળી પરંતુ ફાયરિંગ કરનાર શંકાસ્પદ વ્યક્તિએ બાંધકામ માટે વપરાતા કપડાં અને ગેસ માસ્ક પહેર્યું હતું. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

ગોળી મારનારે ગેસમાસ્ક પહેરેલું હતું. તે ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો.  આ શૂટરે મંગળવાર સવારે લગભગ 8:30 વાગ્યે સનસેટ પાર્કમાં 36મી સ્ટ્રીટ અને ફોર્થ એવન્યૂ સ્ટેશન પર આગ લગાડતા પહેલાં એક ઉપકરણ ફેંક્યું હતું. અહીંથી પોલીસે બોમ્બ પણ જપ્ત કર્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch