Thu,25 April 2024,10:58 am
Print
header

UK ના નાણામંત્રી અને આરોગ્ય સચિવે રાજીનામું આપ્યું, PM બોરિસ જોન્સન પર ઉઠાવ્યાં સવાલ- Gujaratpost

બ્રિટનઃ નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય સચિવ સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું છે. સુનકે વડાપ્રધાન બોરિસ જોન્સનને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. જેમાં પીએમની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યાં છે.

ઋષિ સુનકે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જનતા અપેક્ષા રાખે છે કે સરકાર યોગ્ય રીતે, ગંભીરતાથી અને સક્ષમ રીતે ચલાવવામાં આવશે, પરંતુ ઘણી વખત એવું થતું નથી. બની શકે કે એક મંત્રીના રૂપમાં આ મારી અંતિમ નોકરી હોય પરંતુ મારું માનવું છે કે આ માપદંડો માટે લડાઇ લડવી જોઇએ. આ જ કારણ છે કે હું વડાપ્રધાન બોરિસની કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું.

તેમણે કહ્યું કે ઘણા સાંસદો અને જનતાએ જોન્સનની દેશ હિતમાં શાસન કરવાની ક્ષમતા પરથી વિશ્વાસ ગુમાવ્યો છે.મને એ કહેતા દુઃખ થાય છે કે તમારા નેતૃત્વમાં આ સ્થિતિ બદલાશે નહીં અને તેથી તમે મારો વિશ્વાસ ગુમાવ્યો છે.' જોન્સન સરકારના બે મંત્રીઓના રાજીનામા બાદ સરકાર પર ખતરો ઉભો થયો છે અને હવે એવી અટકળો ચાલી રહી છે કે વડાપ્રધાન બોરિસ જોન્સન પણ રાજીનામું આપી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch