Fri,19 April 2024,7:05 am
Print
header

દેહરાદૂન- ઋષિકેશ વચ્ચેનો રાણીપોખરી પુલ તૂટી પડતા અનેક વાહનો તણાયા, સામે આવ્યો વીડિયો

દેહરાદૂનઃ ઋષિકેશ (Rishikesh) વિસ્તારમાં અવિરત વરસાદને કારણે નદીઓમાં પૂર આવી રહ્યું છે. આજે રાણીપોખરી પરનો પુલ તૂટી પડ્યો હતો. તે સમયે પુલ પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યાં હતા. પુલ તૂટી પડવાને કારણે અનેક વાહનો તણાય જવાની આશંકા છે, કેટલાક વાહનો ફસાઈ ગયા છે અને કેટલાક પલટી ગયા છે. પુલ તૂટી પડતા દહેરાદુન અને ઋષિકેશનો સંપર્ક તૂટી ગયો છે. હવે જો કોઈ ઋષિકેશથી દહેરાદૂન આવવા માંગે છે, તો તેમને નેપાળી ફાર્મ થઈને જવું પડશે.

રાણીપોખરી એસએચઓ જિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસથી નદીમાં મોટી માત્રામાં પાણી આવી રહ્યું છે. પુલની બંને બાજુ પાણી ફરી વળ્યું હતું. પેટ્રોલ પંપની દિશામાં માટીનું ધોવાણ પણ થયું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો.સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

પુલની વચ્ચે અટવાયેલા વાહનોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. આ પુલ તૂટી જવાને કારણે, ગઢવાલ વિભાગની રાજધાની અને એરપોર્ટ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જે પણ વાહન દહેરાદૂન જઈ રહ્યું છે, તે હવે નેપાળી ફાર્મ વાયા ભાનિયા મારફતે મોકલવામાં આવી રહ્યું છે. ઋષિકેશથી દહેરાદૂન દોઇવાલા રાણીપોખરી વગેરે તરફ આવતો ટ્રાફિક ઋષિકેશથી નટરાજથી નેપાળી ફાર્મ મારફતે દેહરાદૂન મોકલવામાં આવી રહ્યો છે, દેહરાદૂનથી રાણીપોખરી ઋષિકેશ તરફ જતો ટ્રાફિક ભણીયાવાલા હરિદ્વાર બાયપાસ નેપાળી ફાર્મ દ્વારા ઋષિકેશ મોકલવામાં આવી રહ્યો છે.

રાણીપોખારી પોલીસ સ્ટેશનના પ્રદીપ ચૌહાણે જણાવ્યું કે પુલની બંને બાજુ ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ ડોઇવાલા લક્ષ્મી રાજ ચૌહાણે જણાવ્યું કે ભોગપુર રોડ પર પણ પાણીના પ્રવાહને જોતા ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. દેહરાદૂનમાં ભારે વરસાદને કારણે સહસ્રધારામાં નદીમાં પૂર આવ્યું હતું.જેને કારણે માટીના ધોવાણને કારણે રસ્તાનો એક ભાગ ધોવાઇ ગયો હતો. ખૈરી માન સિંહમાં વરસાદને કારણે રસ્તાને ઘણું નુકસાન થયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch