Tue,16 April 2024,3:42 pm
Print
header

24 જૂને યોજાશે બ્રિકસ સમિટ, પીએમ મોદી ચીન મુદ્દે બોલી શકે છે- Gujarat Post

(ફાઇલ તસવીર)

  • બેઠક વર્ચ્યૂઅલ યોજાશે
  • રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર સૌની નજર રહેશે
  • ચીન પર પ્રહાર કરી શકે છે મોદી

બેઇજિંગઃ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 2022ની બ્રિક્સ સમિટ 24 જૂને ચીનની રાજધાની બેઈજિંગમાં યોજાશે, આ બેઠકમાં ભારત, રશિયા અને ચીન એમ ત્રણ મહાસત્તાઓ એક સાથે જોવા મળશે. બેઠક વર્ચ્યૂઅલ યોજાશે, આ બેઠક દરમિયાન તમામ પ્રોટોકોલનું પાલન કરાશે.

બેઠક પર સૌની નજર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર હશે, કારણ કે પુતિન પહેલી વાર યૂક્રેન સંકટ વચ્ચે કોઈ મોટી બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. પુતિનના નિવેદન પર આખી દુનિયાની નજર રહેશે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 19 મેના રોજ બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરી હતી.

બેઠકમાં ચીન પોતાની નવી વૈશ્વિક સુરક્ષા પહેલ માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થવાની શક્યતા ઓછી છે, કારણ કે એ પહેલાં જ ભારત અને ચીને રશિયા વિરુદ્ધ ખુલ્લેઆમ બોલવાનું ટાળ્યું હતું. બ્રિક્સની બેઠકમાં તમામ સભ્ય દેશો વચ્ચે આર્થિક અને વેપારી સહકાર, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ, કસ્ટમ્સ સહકાર, આકસ્મિક અનામત સમજૂતી અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક વચ્ચે વ્યૂહાત્મક સહકાર અંગે ચર્ચા થશે.

બ્રિક્સની બેઠકમાં પીએમ મોદી ચીન પર પ્રહાર કરી શકે છે. વડાપ્રધાન મોદી પૂર્વી લદ્દાખ મુદ્દે અને સીમા પર ગતિરોધને લઈ પ્રહાર કરે તેવી શક્યતા છે. ઉપરાંત પીએમ મોદી ચીન દ્વારા કરવામાં આવી રહેલા અનેક ગેરકાયદેસર બાંધકામ પર બોલી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch