Sat,17 October 2026,4:50 am
Print
header

BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ

  • Published By
  • 2026-09-12 18:00:11
  • /

ગ્લોબલ સાઉથ માટે સમાન ભાગીદારીનું આહ્વાન

નવી દિલ્હીઃ બ્રિક્સ સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર થઈ ગયું છે. તેમાં ગ્લોબલ સાઉથ માટે સમાન ભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ ઘોષણાપત્રમાં ભવિષ્યની ટેકનોલોજી અને તેને નિયંત્રિત કરતા નિયમોના વિકાસમાં ગ્લોબલ સાઉથની સમાન ભાગીદારીની માંગ કરવામાં આવી છે.

ભારત મંડપમમાં સમિટ દરમિયાન આ અંગેની જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બદલાતા વૈશ્વિક માળખાને જૂની અને અપ્રસ્તુત સંસ્થાઓ દ્વારા ચલાવી શકાય નહીં. તેમણે નિયમો બનાવવાની પ્રક્રિયામાં સુધારા અને યોગ્ય પ્રતિનિધિત્વની વકાલત કરી હતી. તેમણે કહ્યું કે, આપણી વિચારસરણીમાં વિવિધતા હોવાની સાથે બ્રિક્સ સહયોગ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે સામે આવી છે. આજની ચર્ચાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે બદલાતી દુનિયાને જૂની થઈ ગયેલી સંસ્થાઓ દ્વારા ચલાવી ન શકાય,આજે અનેક નવા સુધારા જરૂરી છે.

ઘોષણાપત્રમાં બ્રિક્સ દેશોએ વેપારને પ્રભાવિત કરતાં એક તરફી ટેરિફ અને નોન-ટેરિફ પગલાંઓના વધતા ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, તેમજ વિશ્વ વેપાર સંગઠનના નિયમોની વિરુદ્ધ હોવાનો ઉલ્લેખ છે. તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિરુદ્ધ એક તરફી દબાણ લાવવાના પ્રયાસોની આકરી નિંદા કરી હતી.

ઘોષણાપત્રમાં સંઘર્ષોને રોકવા માટે વધુ સમન્વય સાધવાની માંગ કરવામાં આવી છે, જેમાં સંઘર્ષોના મૂળ કારણોને દૂર કરવાના પ્રયાસો પણ સામેલ છે. જૂથે વાતચીત અને ડિપ્લોમસી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ઉપરાંત, બ્રિક્સ દેશોએ એક એવા બહુપક્ષીય દ્રષ્ટિકોણની હિમાયત કરી છે જે મોટા વૈશ્વિક મુદ્દાઓ પર વિવિધ દેશોના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખે, તેમજ આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં પરસ્પર સંવાદ અને સહયોગના મહત્વ પર વિશેષ ભાર મૂકે તેવો પણ ઉલ્લેખ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch