નવી દિલ્હીઃ દિલ્હીમાં યોજાઈ રહેલા બ્રિક્સ શિખર સંમેલન 2026 ના મંચ પરથી એક અત્યંત પ્રભાવશાળી અને ઐતિહાસિક તસવીર સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરીને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મજબૂત સંદેશ આપ્યો છે.
આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક જ ફ્રેમમાં ઉષ્માભર્યા અંદાજમાં ઊભા જોવા મળી રહ્યાં છે. વડાપ્રધાને આ તસવીર શેર કરતા લખ્યું કે નવી દિલ્હીમાં બ્રિક્સ શિખર સંમેલન 2026 નો ઔપચારિક પ્રારંભ થઈ ચૂક્યો છે. આ તસવીરે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે, કારણ કે તેમાં વિશ્વની ત્રણ મુખ્ય પરમાણુ શક્તિઓ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓના ટોચના નેતાઓ એક સાથે ઊભા છે.
આ તસવીર દર્શાવે છે કે ભારત વૈશ્વિક ડિપ્લોમસી કેન્દ્રમાં છે અને મોટા મતભેદો છતાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓને એક ટેબલ અને એક ફ્રેમમાં લાવવાની ક્ષમતા ધરાવે છે. આ તસવીર માત્ર ઔપચારિક મુલાકાત નથી, પરંતુ વર્તમાન વૈશ્વિક અર્થવ્યવસ્થાઓની એકતાનું ખુલ્લું પ્રદર્શન છે.
BRICS Summit 2026 gets underway in Delhi. pic.twitter.com/WN7YWi5bTg
— Narendra Modi (@narendramodi) September 12, 2026
આ તસવીર સ્પષ્ટપણે દર્શાવે છે કે નવી દિલ્હીમાં સંમેલનની શરૂઆત સંપૂર્ણ મજબૂતી અને ગંભીરતા સાથે થઈ છે. રશિયા, ચીન અને ભારતના ટોચના નેતૃત્વની એક સાથે ઉપસ્થિતિ એ સાબિત કરે છે કે બ્રિક્સ મંચ આંતરરાષ્ટ્રીય સ્તરે સંવાદ અને સમન્વયનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે, જ્યાં વૈશ્વિક એજન્ડા પર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
તસવીરમાં જોવા મળતી કેમિસ્ટ્રી આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાંતો માટે એક મોટો કૂટનીતિક સંકેત માનવામાં છે. પુતિન, જિનપિંગ અને પીએમ મોદીનું આ રીતે સાથે આવવું ખૂબ મોટો સંદેશ આપે છે.
વર્તમાન સમયમાં જ્યારે અમેરિકા સહિતના પશ્ચિમી દેશો વિવિધ પ્રકારના પ્રતિબંધો અને આર્થિક નીતિઓ દ્વારા દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેવા સમયમાં વિશ્વના સૌથી મોટા બજાર, વિશાળ વસ્તી અને લશ્કરી ક્ષમતા ધરાવતા આ ત્રણ દેશોના વડાઓનું એક ફ્રેમમાં સ્મિત સાથે જોવા મળવું તેને મોટો રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યો છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર | 2026-10-10 18:46:43
ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું તમારી ઉદ્ધતાઈ બંધ કરો, દેશ સંસદથી ચાલશે, રસ્તાઓથી નહીં | 2026-10-10 18:30:01
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે | 2026-10-09 18:21:56
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો | 2026-10-03 09:12:58
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11