Sat,20 April 2024,2:28 pm
Print
header

બ્રાઝિલે કોવેક્સિન સાથેનો 32 કરોડ ડોલરનો સોદો કર્યો રદ્દ

નવી દિલ્હીઃ બ્રાઝિલે ભારત બાયોટેકને મોટો ઝટકો આપ્યો છે. બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કોરોનાની રસી કોવેક્સિનનો કરેલો સોદો રદ્દ કરી દીધો છે આ ડીલ બાદ અનેક સવાલ ઉભા થયા હતા. જેને કારણે 32 કરોડ ડોલરનો સોદ્દો રદ્દ કરવામાં આવ્યો છે. 

બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલોએ આ જાહેરાત કરી છે ડીલ મુજબ બ્રાઝિલ ભારત બાયોટેક પાસેથી કુલ 2 કરોડ રસીના ડોઝ ખરીદવાનું હતું. પરંતુ ડીલને લઈ બ્રાઝિલમાં સતત વિરોધ વધી રહ્યો હતો. આ ડીલ માટે રાષ્ટ્રપતિ જાયર બોલ્સાનેરો પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યાં હતા બ્રાઝિલ સરકાર પર સતત સવાલ ઉઠતાં હતા.જો કે સરકારે વ્હીલસ બ્લોઅરને સમજાવવાનીકોશિશ કરી હતી આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ મામલો ઉકેલાવાને બદલે વધારે ગુંચવાયો હતો અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ બ્રાઝિલ સરકારે આ ડીલ રદ્દ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્યાં સુધી આ મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોવેક્સિન માટે કરવામાં આવેલી ડીલ સસ્પેન્ડ રહેશે. બ્રાઝિલનું સ્વાસ્થ્ય મંત્રાલય આ ડીલમાં ગરબડી ન થઈ હોવાનું વારંવાર કહી રહ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch