Tue,16 April 2024,1:32 pm
Print
header

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2 કમાણી જાણીને તમે ચોંકી જશો- Gujarat post

ફિલ્મ પહેલા વીકએન્ડની કમાણી મામલે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે

હિંદી વર્ઝને માત્ર ત્રણ દિવસની અંદર રૂ.143.64 કરોડની કમાણી કરી

મુંબઇઃ સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2'ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.માત્ર ત્રણ દિવસમાં આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના કલેક્શનની નજીક પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ પહેલા વીકએન્ડની કમાણી મામલે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે ફિલ્મ 'KGF 2'ને ભારતમાં જબરજસ્ત ઓપનિંગ મળ્યું છે. ફિલ્મના હિંદી વર્ઝને ત્રીજા દિવસે 42.90 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સાથે જ હિંદી વર્ઝને માત્ર ત્રણ દિવસની અંદર 143.64 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલાં 'બાહુબલી'એ 128 કરોડની કમાણી કરી હતી.

'KGF 2'એ ત્રણ દિવસમાં વર્લ્ડવાઇડ 419.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે.ટ્રેડ પંડિતોના મતે રિલીઝના ચોથા દિવસે જ ફિલ્મ 500 કરોડથી વધુની કમાણી કરશે. રૂપિયા 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં કન્નડ એકટર યશ ઉપરાંત સંજય દત્ત તથા રવીના ટંડન છે. ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. 'KGF 2'ના હિંદી વર્ઝને બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. ફિલ્મે પહેલાં દિવસે 53.95, બીજા દિવસે 46.79 તથા ત્રીજા દિવસે 42.92 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મ ક્રિટિક મનોબાલાએ કહ્યું હતું કે 'KGF 2'એ તમિલનાડુમાં પહેલા દિવસે 8.24 કરોડ, બીજા દિવસે 10.61 કરોડ તથા ત્રીજા દિવસે 11.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ કેરળની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની છે.

પ્રથમ ત્રણ દિવસમાં KGF 2 એ 143.64 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.એવું માનવામાં આવે છે કે તે આ સપ્તાહના અંતમાં રેકોર્ડ બિઝનેસ કરશે.એવી પણ અપેક્ષા છે કે ફિલ્મ આજે એટલે કે રવિવારે પહેલા દિવસ કરતાં વધુ બિઝનેસ કરી શકે છે.

KGF 2 એ ત્રીજા દિવસે કમાણી મામલે આમિર ખાનની ‘દંગલ’ને પાછળ છોડી દીધી છે. ત્રીજા દિવસે ‘દંગલ’ની કમાણીમાં વધારો થયો હતો.જો કે પ્રભાસની બાહુબલી 2 ત્રીજા દિવસે પણ કમાણીના મામલામાં આગળ છે. બાહુબલી 2 એ 46.5 કરોડનો બિઝનેસ કર્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch