Fri,19 April 2024,2:51 pm
Print
header

હોળી- ધૂળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો, અલગ-અલગ ઘટનાઓમાં 7 લોકોના ડૂબી જવાથી મોત

પ્રતિકાત્મક ફોટો 

અમદાવાદઃ હોળી- ધૂળેટીનો તહેવાર કેટલાક પરિવારો માટે માતમમાં ફેરવાઇ ગયો છે. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ પાણીમાં ડૂબી જવાથી 7 લોકોનાં મોત થયા હોવાની ઘટનાઓ બની છે. બોટાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 1 યુવકનું ડૂબી જતા મોત થઇ ગયું છે.

બોટાદના સેથળી ગામામાં હોળી રમીને કેનાલમાં ન્હાવા પડેલા ચાર યુવકોમાંથી ત્રણના ડૂબી જવાથી મોત થયા છે. આ અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગ અને પોલીસને કરતા ટીમો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. કેનાલમાંથી 4 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.આ અંગેની જાણ થતાં મામલતદાર સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. આ મૃતકો બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી અશોક વાટિકાના રહેવાસી છે.

સુરતમાં કોઝવેમાં 2 યુવકો ન્હાવા માટે પડ્યા હતા. તેઓ અચાનક ડૂબતા તેમના મોત થયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. બંને યુવકોને કોઝવેમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે, તેઓને સારવાર મળે તે પહેલા જ બંને યુવકોનું મોત નીપજ્યું હતું. રાજકોટમાં 19 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ધૂળેટી રમ્યા બાદ યુવકો આજી ડેમમાં ન્હાવા પડતા યુવકનું ડૂબી જતાં મોત થયું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch