Fri,19 April 2024,8:21 pm
Print
header

જો આ લટ્ઠાકાંડ છે..! તો ભાજપ સરકાર અને પોલીસના પાપે લોકો મરી રહ્યાં છે- Gujarat Post

ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 23 લોકોનાં મોત 

બોટાદના રોજિદ ગામમાં માતમ ફેલાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપેઃ કોંગ્રેસ

પોલીસની બેદરકારીને કારણે લઠ્ઠાકાંડ થયો

દારૂ બનાવનારા સહિત 5 લોકોની ધરપકડ

ગાંધીનગર સુધી હપ્તારાજનું આ પરિણામઃ કોંગ્રેસ

બોટાદઃ લઠ્ઠો પીધા પછી 23 લોકોના મોતથી તેમના પરિવારજનોમાં માતમ છે, બરવાળા નજીકના રોજિદ ગામમાં દેશી દારૂની આડમાં લઠ્ઠો (કેમિકલયુક્ત દારું) પીછા પછી આ લોકોનાં મોત થયા છે, હજુ કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં દારૂબંધી હોવા છંતા દેશી અને વિદેશી દારૂ વેચાઇ રહ્યો છે, ભાજપ સરકાર અને પોલીસના પાપે અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે, આજની આ ઘટના પછી સરકારે તપાસના આદેશ આપ્યાં અને પોલીસે એસઆઇટીની રચના કરી નાખી, પરંતુ તેનાથી પરિવારોના સ્વજનો પાછા આવવાના નથી.

23 લોકોનાં મોતની જવાબદારી કોની ?

દારૂબંધીનો અમલ કરાવવામાં ભાજપ સરકાર નિષ્ફળ

શું જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાશે ?

જો 23 લોકોને ભડખી જનારી ઘટના ખરેખર લઠ્ઠાકાંડ છે તો ભાજપ સરકાર અને પોલીસ માટે આ શરમજનક વાત છે. રોજિદ ગામના સરપંચે અગાઉ બોટાદ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને દારૂના અડ્ડા બંધ કરાવવા અરજી કરી હતી પરંતુ તેનું પરિણામ શૂન્ય રહ્યું અને આજે આ ઘટના બની ગઇ, જેથી સરકારે હવે બેદરકારી બદલ પોલીસ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ ઘટનાની નીંદા કરીને તપાસની માંગ કરી છે, સાથે જ દારૂબંધીને લઇને ભાજપ સરકાની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch