Sat,17 October 2026,6:00 am
Print
header

બુટલેગર કિશોર લંગડાના પૌત્રનો સી જી રોડ પર આતંક, રૂ. 1 કરોડની મસ્ટાંગ કારથી અકસ્માત સર્જીને ચાલકને માર્યો માર

  • Published By
  • 2026-09-03 18:57:33
  • /
  • પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
  • આરોપી સામે અત્યાર સુધીમાં 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યાં છે

અમદાવાદઃ કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે શહેરના પોશ વિસ્તાર સી.જી. રોડ પર કાયદો હાથમાં લીધો હતો. રોંગ સાઈડમાં મોંઘીદાટ સ્પોર્ટ્સ કાર હંકારીને અકસ્માત સર્જ્યા બાદ દાદાગીરી કરી હતી. આ કેસમાં બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં છે.

આદિત્ય રાઠોડે પોતાની અંદાજે રૂ. 1 કરોડની કિંમત ધરાવતી ફોર્ડ મસ્ટાંગ કાર સી.જી. રોડ પર જોખમી રીતે રોંગ સાઈડમાં હંકારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ભૂલ સ્વીકારવાને બદલે આદિત્ય અને તેના મિત્રએ સામેની કારના નિર્દોષ ચાલક સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ભોગ બનનાર કાર ચાલકની ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક પગલાં લઈ મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ અને તેના સાથીદાર વિશ્વરાજ પરમારની ધરપકડ કરી હતી. પોલીસ બંને આરોપીઓને સી.જી. રોડ સ્થિત ઘટના સ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર બનાવનું પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અકસ્માત અને ગુનામાં વપરાયેલી રૂ.1 કરોડની મસ્ટંગ કારને પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આદિત્ય રાઠોડ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સામે અત્યાર સુધીમાં 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં નવરંગપુરામાં હત્યાનો પ્રયાસ, રાજકોટમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો, ગાંધીનગરમાં બેફામ અને જોખમી વાહન ચલાવવું તથા અમદાવાદ સહિતના વિસ્તારોમાં અન્ય 2 અકસ્માતના ગુના નોંધાયેલા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch