Thu,25 April 2024,9:33 pm
Print
header

BIG NEWS- બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન, PM મોદીએ ફોન કરીને પરિવાને આપી સાંત્વના

મુંબઇઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને દાદા સાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત  દિલીપ કુમાર સાહેબનું 98 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા 30 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ICUમાં રખાયા હતા. 

બોલિવૂડના 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારના નિધન પછી ફિલ્મ જગત અને તેમના લાખો ચાહકો દિલીપ કુમારની યાદમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમને ટેલિફોન પર સાયરા બાનો સાથે વાત કરીને સાત્વંના આપી હતી. 

દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે તેમનો જન્મ પેશાવરમાં 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી બોલીવુડમાં કામ શરૂ કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દિલીપ કુમારને શ્રદ્ધાંજલી આપી હતી. ભારતીય સિનેમા જગતમાં દિલીપ કુમારનું યોગદાન હંમેશા યાદ કરાશે. હિંદી સિનેમાના સૌથી મોટા સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યાં હતા. દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો. તેમણે 'જ્વાર ભાટા', 'કર્મા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'સૌદાગર', 'ગંગા જમુના', 'કિલા', 'ક્રાંતિ' સહિતની અનેક બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch