Fri,26 April 2024,3:53 am
Print
header

બોલીવુડ માટે વધુ એક માઠા સમાચાર, મશહૂર કોમેડિયન જગદીપ (શોલેના સૂરમાં ભોપાલી)નું નિધન

81 વર્ષની ઉંમરે મુંબઇમાં નિધન થયું 

મુંબઇઃ બોલીવુડ માટે વધુ એક દુ:ખના સમાચાર સામે આવ્યાં છે. શોલે જેવી સુપરહિટ ફિલ્મોના લિજેન્ડરી અભિનેતા અને મશહૂર કોમેડિયન જગદીપનું મુંબઇમાં નિધન થયું છે, તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યાં, તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતુ, 29 માર્ચ 1939માં તેમનો જન્મ થયો હતો અને તેમને 400 થી વધુ ફિલ્મોમાં દમદાર અભિનય કરીને દર્શકોના દિલ જીત્યાં હતા, તેમના મોટાભાગના રોલ કોમેડિયનના હતા. 

જગદીપે 1951માં બીઆર ચોપરાની ફિલ્મ અફસાનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.ત્યાર પછી હમ પંછી એક ડાલ કે, આરપાર, બિમલ રોયની દો બીગા જમીન, અંદાજ અપના અપના અને શોલેમાં સૂરમા ભોપાલીની ભૂમિકા નિભાવી હતી, તેમના દમદાર રોલને આજે પણ લોકો યાદ કરે છે. ત્યારે જગદીપના નિધનથી બોલીવુડ શોકમાં ડૂબી ગયું છે, અજય દેવગન, જોની લિવર સહિતના અભિનેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી છે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch