Tue,29 April 2025,12:21 am
Print
header

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 18 લોકોનાં મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા- Gujarat Post

વિસ્ફોટ થતાં માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા

નજીકના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યાં

દિપક ટ્રેડર્સ નામની કંપનીમાં ભયાનક આગથી ખેલાયો મોતનો ખેલ

બનાસકાંઠાઃ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે.

મજૂરો ફટાકડા બનાવી રહ્યાં હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા હતા. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યાં હતા. આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બાદમાં ગણતરીના સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી.

મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હતા

સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી સંવેદના

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જવાબદારો સામે કડક કાર્યવાહીની કરી માંગ

આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, પરંતુ ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો. આ ફેક્ટરીના માલિકે ફટાકડા માટે મંજૂરી લીધેલી છે કે નહીં. જેને લઇને સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch