Thu,25 April 2024,6:08 am
Print
header

શરીરમાં B 12ની કમી છે તો થઈ જાઓ સાવધાન, તેનાથી થતી બિમારીઓના આ છે લક્ષણો

આજકાલ લોકોની ખાવા પીવાની આદતો બદલાતા શરીરમાં વિટામીન અને પોષક તત્વોની ઉણપ સર્જાય છે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે શરીરમાં કેટલાક પ્રકારના વિટામીન જરૂરી હોય છે શરીર માટે વિટામીન બી 12 ની જરૂર હોય છે. વિટામીન બી 12ની મદદથી શરીરમાં રેડ બ્લડ સેલ, ડીએનએના નિર્માણ માટે મદદ કરે છે. નર્વસ સિસ્ટમને હેલ્થી બનાવવા માટે વિટામીન બી 12ની જરૂર પડે છે. વિટામીન બી 12ની કમી હોય તો શરીર ગંભીર બિમારીઓ થઇ શકે છે. અમે તમને વિટામીન બી 12ની કમીથી થતી બિમારીઓના લક્ષણો જણાવીએ

વિટામીન બી 12ની કમીના લક્ષણો

જીભમાં દાણા અથવા જીભ લાલ થવી
ચામડી પીળી પડવી
યાદશક્તિ ઓછી થવી
આંખે ઓછુ દેખાવું
મોંમા અંદર ચાંદા પડવા
ડિમેંશિયા
કમજોરી આવવી

ડિપ્રેશન

તમારા શરીરમાં વિટામીન બી12ની કમી છે તો તમને એનીમિયા, થાક, મૂડ બગડવો, ચીડિયો સ્વભાવ, હાથ પગ અકડવા સહિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

એંગુલર ચેલાઈટ્સ

વિટામીન બી12થી થતી આ એવી બિમારી છે જ્યાં મોહના ખુણામાં લાલાશ અને સોજો આવી જાય છે. એંગુલર ચેલાઈટિસ થવા પર સૌથી પહેલા લાલિમા અને સોજા આવે છે.

વિટિલિગો

આ બિમારીને સફેદ દાગ પણ કહેવાય છે. આ હાઈપરટેન્શનથી વિપરીત છે. તેનાથી શરીરમાં મેલેનિનની કમી સર્જાય છે જેનાથી સફેદ પેચ થઈ જાય છે. વિટિલિગોની સમસ્યા સામાન્ય રીતે શરીરના એવા ભાગ પર થાય છે જે સૂર્યની રોશનીના સંપર્કમાં આવે છે તમારો ચહેરો, હાથ, પગ અને ગળાના ભાગ પર અસર થઈ શકે છે.

હાઈપરટેન્શન

હાઈકપરટેન્શનમાં સ્કિન કલર ડાર્ક અને ચામડી પર ડાગ, ધબ્બા થઈ જાય છે. આ ડાર્ક પેચ ચહેરાના કે પછી શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. શરીરના કોઈ પણ ભાગમાં ભૂરા, કાળા રંગના ધબ્બા થઈ શકે છે. આવુ ત્યારે થાય છે જ્યારે ત્વચામાં વધુ માત્રામાં મેલનિન પિંગ્મેંટ બનવા લાગે છે. 

વિટામીન બી12ની વધુ કમી હોવા પર ડોક્ટરની સલાહ લો. આપને વિટામીન બી12ના સપ્લિમેન્ટ્સ આપવામાં આવી શકે છે. વેજમાં તમે દૂધ, દહી, પનીર, ચીઝ ખાઈ શકો છો. જો તમે નોન વેજ ખાઓ છો તો, ફિશ, ઈંડા, મીટ, શેલફિશથી વિટામીન બી12ની કમી પૂરી કરો શકો છો. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar