ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઇ મૂળજીભાઇ વાઢેરે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સ્યૂસાઇડ નોટ મુજબ, તેઓ માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના ભારે દબાણથી થાકી ગયા હતા.
શિક્ષક અરવિંદભાઈને BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરી સોંપવામાં આવી હતી. તેઓ ખાસ કરીને SIR (સર્વે સંબંધિત) કામગીરીના ભારણથી ખૂબ જ કંટાળી ગયા હતા.અરવિંદભાઈ વાઢેર વર્ષ 2010થી શિક્ષક તરીકે કાર્યરત હતા
શિક્ષકે તેમના પત્ની સંગીતાબેનને સંબોધીને લખ્યું કે પ્રિય પત્ની સંગીતા. મારાથી કોઇ પણ કાળે હવે આ SIR ની કામગીરી થઇ શકે તેમ નથી. હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું. પણ, હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઇ રસ્તો નથી. તેમણે પોતાની પત્નીને પોતાનો અને દીકરાનો ખ્યાલ રાખવા જણાવ્યું હતું અને કામગીરીનું સાહિત્ય શાળાએ પહોંચાડી દેવા કહ્યું હતું.
આ ચિંતાનજક ઘટનાથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરીને લઇને ગંભીર સવાલો ઉભા થયા છે. શિક્ષકો આવા કામોમાં વ્યસ્ત હોવાથી શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39