Thu,25 April 2024,8:19 pm
Print
header

બ્લેક ફંગસની દવા પર ટેક્સ નહીં, વેક્સિન પર 5 ટકા GST: નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ શનિવારે એક વીડિયો કોન્ફરન દ્વારા જીએસટી કાઉન્સિલ (GST Council)ની 44મી બેઠકમાં અધ્યક્ષતા કરી હતી. તેમણે આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે વાત કરી અને કહ્યું કે, જીએસટીમાં કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી. જો કે દેશમાં બનેલી વેક્સિન પર 5 ટકા જીએસટી ટેક્સ લગાવામાં આવ્યો છે.

નાણાં મંત્રીએ કહ્યું કે બ્લેક ફંગસના ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવતી એન્ટિફંગલ ડ્રગ Amphotericin પર કોઈ જીએસટી લાગશે નહીં. આ સિવાય જીએસટી કાઉન્સિલે રિમડેસિવિર ઇન્જેક્શન પરના જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેનો અનેક દર્દીઓને ફાયદો થશે.

આ સિવાય મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કોન્સ્ટ્રેટર, વેન્ટિલેટર, બાયપેપ મશીન, હાઈફ્લો નસલ કેનુલા, કોવિડ ટેસ્ટિંગ કિટ, પલ્સ ઓક્સિમીટર પર પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે હેન્ડ સેનિટાઇઝર, ટેમ્પરેચર ચેક ઈક્વિપમેન્ટ પર જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. જ્યારે એમ્બ્યુલન્સ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch